Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract Children

4.9  

'Sagar' Ramolia

Abstract Children

હે, ગજાનન !

હે, ગજાનન !

1 min
590


ના અહીં દેખાય આરો હે, ગજાનન !

આજ આવી જગ સુધારો હે, ગજાનન !


રાખજો અજવાસ ત્યાં આવી સદાયે,

હોય જો ઝાંખો કિનારો હે, ગજાનન !


આરતીમાં આપની હો હાજરી જો,

સૂર છે એ તો અમારો હે, ગજાનન !


મન અમારું રાખજો નિર્મળ બનાવી,

ના રહે કો' પાપ-ભારો હે, ગજાનન !


માંડતો ડગલાં હજી હિંમતનાં 'સાગર',

આપતા રે'જો સહારો હે, ગજાનન !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract