હૈયું તારી યાદોનું નગર છે
હૈયું તારી યાદોનું નગર છે
તારા વિના વસમી આ જીવન સફર છે,
તારા વિરહમાં આંખો અશ્રુથી તરબતર છે,
પળ પળ તારી યાદમાં તરસે મારું હૈયું,
જાણે મારું હૈયું તારી યાદોનું નગર છે,
હૃદયની ધરા સાવ વેરાન બની ગઈ છે,
તારા વિના તો વસંતમાં પણ પાનખર છે,
તું ક્યાં હશે ? કેવી હાલતમાં હશે,
બસ રાતદિન તારી જ મને ફિકર છે,
એક એક પળ મને યુગો જેવડી લાગે,
તારા વિના તો આ જીવન સાવ દુષ્કર છે,
જ્યાં નજર મારી પડે ત્યાં તું જ દેખાય,
હોઠો પર આઠેય પહોર તારું ઝીકર છે.