હૈયાની વાત
હૈયાની વાત
હૈયાની વાત કહેવા તને ગઝલ કહેવા માંગુ છું,
મારા હાથેથી સુંદર પાયલ પહેરાવા માંગુ છું,
તું ધ્યાનથી સાંભળીશ મારી નાની નાની વાતો,
તો તને મારી વાતોથી હું ઘાયલ કરવા માંગુ છું,
પ્રિય તું તારો હાથ મારા હાથમાં આપશે તો,
જીવનભર તને મધુર વહાલ કરવા માંગુ છું,
આપીશ મને વચન તું ચોરી સાતફેરા ફરવાના,
તો હું આપણા પ્રેમની મશાલ સળગાવા માંગુ છું,
"સરવાણી" સાથે જીવવા મરવાના કોલ આપે,
તો તારા પ્રેમમાં હું મહાન પાગલ બનવા માંગુ છું.

