હૈયાની શરદ પૂનમ
હૈયાની શરદ પૂનમ
તું છે નજર સામે કે પછી, મારી આંખોનો આભાસ છે ?
ઝંખું છું તને પામવા કાજ, ને તું જ તો મારી પ્યાસ છે,
ચંદ્રનાં આછાં-આછાં પ્રકાશમાં, ચહેરો તારો દેખાય છે,
આજ સાજનની સંગે જોને, સજની કેવી સોહાય છે,
સુદ અને વદ તો જીવતરની, થોડી ખુશી તો થોડો ગમ છે,
જો થાય પધરામણી તમારી, તો હૈયે રોજ શરદ પૂનમ છે,
રૂપાળી આ ચાંદની જોને, કેવી બે ભાગમાં વહેંચાય છે,
એક તો આભમાં સમાઈ, ને બીજી આપમાં સોહાય છે,
આ મતલબી દુનિયા જોઈને, થોડુંક તો પક્ષપાતી થવાય છે,
સાચું કહું જો સંગ હોય તારો, સદા "નિષ્પક્ષ" રહેવાય છે.

