STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

હૈયા મહીં

હૈયા મહીં

1 min
206

હૈયા મહીં….

ગઝલ-છંદ-ખફીફ (ગાલગાગા ગાલગાગા ગાગાલગા)

 

પ્યારના રંગો જ રમતા દીઠા જગે

ને  હસી  તેને  રમાડું  હૈયા  મહીં


હેત  મારા ચીતરું ભીંના શબ્દથી

ને મઢું પ્યારા રંગોથી હૈયા  મહીં


માંડને ઓ પવન વાતો તું વસંતની

છે   જ મારે ડોલવું બસ હૈયા  મહીં


જાત  મારે  ઢાળવી  છે  રેતી  પટે

છે  સમાવું  લહર સંગે  હૈયા  મહીં


રાહ જોઉં બારણે પળપળ માપતાં

ભાવમાં ડૂબી જ  ભાળું  હૈયા મહીં


કેમ  ઝરણાંઓ  કહું   તમને  વાતડી

ખળખળ ઉછળતી રમે એ હૈયા મહીં


ગાય ગીતો નયન મારા  ફૂલો  બની

'દીપ આજે ઝગમગે તવ હૈયા  મહીં

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Romance