STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Tragedy Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Tragedy Others

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં

હાથનાં કર્યાં હૈયે વાગ્યાં

1 min
207

માર્યો કુહાડો ક્રુરતાથી વૃક્ષોનાં આંસુ સર્યા

ના કોઈએ સૂણી મૌન ચીસો અંત સમયે તરફડ્યાં.. માર્યો કુહાડો...


માં પ્રકૃતિના પાલવે પણ રકતનાં રંગો ભળ્યાં

ઘાયલ એ માતાએ દીધાં નિઃશ્વાસ માનવને મળ્યાં.. માર્યો કુહાડો...


મળ્યું જે પંચેન્દ્રિયપણું ને બુદ્ધિબળ પ્રભુએ ધર્યાં

અપકારીએ ઈશને તજી ચાલાક થૈ ચૂકી ગયાં.. માર્યો કુહાડો...


વૃક્ષો વિના રણમાં તરસતો આંખોમાં મૃગજળ ભર્યાં,

ગળે છાર બાઝી શુષ્ક શ્વાસો હૃદયમાં ધબકી રહ્યાં.. માર્યો કુહાડો...


વૃક્ષોને કાપી ખુદના પગ પર માનવીએ વાર કર્યા,

જે હાથે વૃક્ષ વિનાશ કીધો હાથનાં હૈયે પડ્યાં.. માર્યો કુહાડો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract