હાથે કરીને
હાથે કરીને
ઝખ્મોને અમે ઝંઝેડ્યા હાથે કરીને,
સ્મરણોને અમે છંછેડ્યા હાથે કરીને.
વસમી હતી જે વેદના ભૂલવી દિલને,
ટોળેટોળા યાદના ઉપડ્યા હાથે કરીને.
સામે દેખાય આકાશને ઉડાય નહીં,
પીંજરના પંખી જેમ ફફડ્યા હાથે કરીને.
પારકાવને પોતાના કરવા ખૂદ ખોવાયા,
વેતે ઈ વિહર્યાને અમે તરફડ્યા હાથે કરીને.
દર્દ સહેવાતું નથી 'સતીષ' હવે આ કેમેય,
ઉંડા હતા જે ઘાવ બહુ ઉખેડ્યા હાથે કરી.