હાસ્ય વેક્સિનેશન 2
હાસ્ય વેક્સિનેશન 2
મોટા શેઠ બેઠાં ટાંટિયા કરી લાંબા, મફતિયું ખાવાનું ના મળે,
મજૂરી કરો મજૂરી ! રીટાયરમેન્ટમાં આવું સાંભળવા મળે !
-
એ આવીને અડપલાં અમથા કાં કરી જાય
સપનામાં ભરી ચીમટા કાં ઊંઘ ઉડાડી જાય ?
-
પ્રશ્ન અઘરો રહ્યો છે જવાબ આપવો, નાભિચુંબન કયું સુંદર ?
નાભિખાડો ઊભી રેખા કે પછી આડી રેખા ક્ષિતિજ સમાંતર !
-
શબ્દોને તુકબંધીમાં છંદની સીમાઓ આંકી ગઝલ રચાય છે,
દિલમાં ઘા કરે તે શેર, અમર્યાદ જીગરના લોહીથી લખાય છે !
-
શૈશવમાં ચાંદને અડવાની જિદમાં થાળીમાં પાણીથી પૂરતી,
જુવાનીમાં એ જિદ તને ગાલે સ્પર્શી લઉં છું એટલે થૈ પૂરતી !
-
ગયો તો મૃતક નોંધણી કચેરીએ, ઉથલાવ્યા પાના ફંફોળવા,
નોંધ તો નથી થઈ ને ક્યાંક આપણાં સંબંધની એ શોધવા !
-
પ્રણય ત્રિકોણમાં એકને ફના થવું જ પડે, અંત દુઃખદ હોય,
માશુકા, બસ થઈ જા તું બિન્દાસ તૈયાર છું હું ફના થવા !