STORYMIRROR

Vimal Soneji

Inspirational

3  

Vimal Soneji

Inspirational

હાસ્ય કન્યા

હાસ્ય કન્યા

1 min
237

નિર્મલ કમલ સમ ખિલતી નલીની

હાસ્યના દરબારની ના જરૂર

શબ્દે શબ્દે હાસ્ય ના જી હુઝુર

હાસ્યના હલેસે કરી બીમારી દૂર

હાસ્યના હલકારે આપી સંજીવની સુદૂર

હાસ્યમાં જ સદાય તલ્લીન


હાસ્યના હોજમાં કરાવે સૌને મોજ

હાસ્યના હેલારે કરાવે સ્વની ખોજ

હાસ્યથી જ માને પોતાને રાજા ભોજ

હાસ્યથી રાખે સૌને તરોતાજા રોજ


હાસ્ય કન્યા જ જીતે શેર હો કે સમશેર

હાસ્ય કન્યાને ના ખપે તલવાર તેર

હાસ્ય કન્યા હાસ્યથી જ કરે સૌને જેર 


હાસ્ય કન્યા કરે ઝેર નું અમૃત 

હાસ્ય કન્યા કરે નિત્ય નૃત્ય

હાસ્ય કન્યા રાખે દૂર મૃત્યુ


હાસ્ય કન્યા હો કે ચારણ કન્યા 

વંદન હો સૌ ભારતની અજોડ કન્યા 

વંદન હો સૌ ભારતની અભય કન્યા

વંદન હો સૌ ભારતની અજય કન્યા

હાસ્ય થકી સમતા ધરતી હાસ્ય કન્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational