STORYMIRROR

Rayde Bapodara

Abstract

4  

Rayde Bapodara

Abstract

હાશ, વર્ષ વીતી ગયું

હાશ, વર્ષ વીતી ગયું

1 min
329

હાશ, ૨૦૨૨નું વર્ષ તો વીતી ગયું, 

ખબર ન રહી જિંદગીનું વર્ષ ઓછું થયું,


જન્મ દિવસ ઉજવે ભેગા મળી ઠાઠ માઠથી,

ખબર ન રહી કે જીવન મૃત્યુની નજીક ગયું,


જેણે શીખવ્યું હતું નાનપણમાં બોલતા,

એણે જ બોલ બોલ કરવાનું બંધ કર્યું,


ચાલતા શીખવ્યું પા પા પગલી કરાવીને,

એણે જ ન દોડવાનું આજે ફરમાન કર્યું,


કોઈ સુખના દિવસો કોઈ દુઃખના દિવસો 

 એ દિવસો યાદ કરી કરીને કોઈ રડ્યું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract