હાર્યા નહિ!
હાર્યા નહિ!

1 min

362
જીતવાની જ્વાળા અમે પણ જગાવી હતી,
એકાંતની અગાસીએ મને ઓગાળી નાખ્યો,
સફળતાની સીડી અમે પણ બહુ ચડ્યા'તા,
નિષ્ફળતાના નિઃસાસાએ મને નિરાધાર બનાવ્યો,
સત્યતા, હિંમત ને 'કર્મ'ની જ હકુમત હતી સાહેબ,
અસત્ય અને કુકર્મના કાળાજાદુએ કપટથી સત્તા જમાવી,
સલાહની સોગાદ અમે પણ બહુ વહેંચી,
અસમજણના અજંપામાં ફસાયા ત્યારે સમજાણું,
જીતી જઇશું એ ઉત્સાહથી ફરી દોડ્યા,
થોડી નિરાંતે પણ મૃગજળમાં જ પાણીની તલાશ પૂરી થઇ.