હાલ,ભાઈ-બહેન આપણે દિવાળી
હાલ,ભાઈ-બહેન આપણે દિવાળી
દિવાળી સાથે થોડા ઝગમગી ઊઠીશું
મા સાથે થોડા હસી ઊઠીશું
ઘરે અલગ જ આનંદ હશે
પપ્પા સાથે થોડા ફટાકડા ફોડી ઊઠીશું
હાલ,ભાઈ-બહેન આપણે દિવાળી દિવાળી રમીશુંં,
જવાની થોડીવાર વેચી બાળપણને મળીશું
શોર કરી થોડો ઘરમાં માના હોઠે ચમકીશું,
મા સાથે તારામંડર સળગાવી
પપ્પા સાથે ચકરડી સળગાવી ગોળ-ગોળ ફરીશું
હાલ,ભાઈ-બહેન આપણે દિવાળી દિવાળી રમીશુંં,
નીચે જ કેમ ? રૉકેટ પર બેસી ઉપર તારાઓને પણ હેપ્પી દિવાળી કહીશુંં
અવાજે અવાજમાં માની એકલતા દૂર કરીશુંં
ઘરે ઉજાસે ઉજાસ હશે,
ચાલ, અંધારાને લાત મારીને કાઢી મૂકીશું
હાલ,ભાઈ-બહેન આપણે દિવાળી દિવાળી રમીશુંં,
કોઈ હિન્દુનો તહેવાર છે એવું નહીં માનીશુંં
કેમકે માની એકલતા દૂર કરવાની છે
ફટાકડા તો આપણે છીએ
જે, માના હાસ્યમાં ચમકીશુંં,
હાલ,ભાઈ-બહેન આપણે દિવાળી દિવાળી રમીશુંં,
ઘરના ખૂણે ખૂણે બાળપણ ભરીશુંં
રામ, લક્ષ્મણ, જાનકીને પણ વંદન કરીશુંં,
કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો
હાલ, હવે ભાઈ-બહેન આપણે દિવાળી દિવાળી રમીશુંં.
