"હા, તૈયાર છું!"
"હા, તૈયાર છું!"


જો તું મળે તો અન્યને ઠુકરાવવા તૈયાર છું !
એ દર્દનેય સહન કરવામાં એમ હોશિયાર છું !
તારા એ શબ્દ, તારી વાણીએ કરેલું જાદુ છે એવું !
કે' એકાંતમાંયે મુજને આમ જ ખોવા તૈયાર છું !
તારા વિના ન જોઈએ કોઈ કેવું જેવું-તેવું !
હરેક ક્ષણે તારી બાહોમાં એમ રોવા તૈયાર છું !
તું 'હા' કહે કે કહે 'ના' જે હોય તે મંજૂર મને !
તારી આહટે દિલબર મુજને 'જાન' કહેવા તૈયાર છું !
સપના સજાવી ને તૂટીએ ગયા જેમની સાથે !
તોયે ફરી સપના સજાવી તારી સાથે રહેવા તૈયાર છું !
હા..હા...હું તૈયાર છું..!
દર્દનેય સહન કરવામાં એમ હોંશિયાર છું !