STORYMIRROR

Amit Chauhan

Drama

3  

Amit Chauhan

Drama

ગયો છું

ગયો છું

1 min
244

ભીંત ફાડીને પીપળો ઊગે એમ પૃથ્વી પર આવી ગયો છું,

લાગે છે ક્યારેક કે ગરીબી લખાઈ છે મુજ લલાટે,

તોયે રહી રહીને થાય કે ફાવી ગયો છું,


હાશ ! સારું છે કે લાંબો-પહોળો નથી પરિવાર 

હરી ફરીને તૈણ જણ ! 

તોયે જો દુ:ખ આવી ચઢે તો ગળી ગયો છું,


છે એવી એક-બે આદતો જેનાથી લોક સહુ નારાજ

છતાં એક અદ્ભૂત આશ્ચર્ય, કોઈકને ગમી ગયો છું,


આમ જોવા જાવ તો નિર્ધનને તો બધું ખપે

છતાં કહુ છું એ કશુંય નહીં આપે તો ચાલશે

ભર જુવાનીમાં હું ઘણું પામી ગયો છું,


હમણાં જ ખબર પડી લોકોને ગમે છે ગઝલ

હાથમાં કલમ લઈ લખવા બેસી ગયો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama