ગૂગલ
ગૂગલ
વિચારો તમારા ને, શોધ મારી, એવી આપણા બેયની જુગલબંધી,
તમારે શું શોધવું છે ? તમારી લાગણીની દુનિયા સર્ચ કરો, બધું જ ઉપલ્બ્ધ, આ રહ્યું અહીં,
હાલના સમાચાર ને વીતેલા દિવસોની ઘટના,
માંગેલી વસ્તુની પ્રાઈઝ,ઓન ધ રોડ કાર સરપ્રાઈઝ, આ રહ્યું અહીં,
જનમ- મરણની કુંડળી ને હાલનું ચોધડિયું,
એમેઝોન અને ફ્લીપકાર્ટ શું જોઈએ ? ડિસ્કાઉન્ટ, સર્ચ કરો આ રહ્યું અહીં,
દુનિયાની ગજબ ડાયરી, એમાં સામેલ તમારી કહાની,
વાવાઝોડા, ભૂકંપ સુનામીથી કેમ થાય લોકો બરબાદ ? આ રહ્યું અહીં,
મકાન, દુકાન, દુનિયા ને દિલના નકશા,
આંખોના ચશ્માં ને તમારા સપનાની દુનિયા વસાવી લો, સર્ચ કરો આ રહ્યું અહીં,
કવિતાઓની હારમાળ ને વાર્તાઓની અભરાઈ,
બધી ભાષાની વિચારશીલતા વસાવી લો આંખમાં, આ રહ્યું અહીં,
પ્લેસ્ટોરની આવડત, યુટ્યુબની પોલીસી, પ્રાઈમ વિડીયો,
સરકારીને, પ્રાઇવેટ કંપનીઓના પાટિયા, બોલો કયા જોઈએ સરનામાં ? સર્ચ કરો આ રહ્યું અહીં,
ગરીબ,ધનવાન અને ભિખારીની બેન્ક
હોમ,પર્સનલ લોન માટે નહિ ખાવા પડે ધક્કા, હેલ્પલાઈન બધી, આ રહ્યું અહીં,
ભક્તિનો પ્રસાદ ને ભાષાનો વ્યવહાર,
દુનિયાની ગેલેરીના અનેક ખજાના, શું જુઓ છો ? તમારી હેલ્પમાં જોવા મળે અહીં,
હેકર્સ અને હકદાર, વાઇરસની વિવિધતા,
જે કદીએ ન મળે તેની ચાવીનો ખજાનો, સર્ચ કરો જોવા મળે અહીં,
લાઈવ દુનિયા પૃથ્વી, પાતાળ અને આકાશ
તારા મંડળોને ગ્રહોની ગેલેરીમાં ફરવાની મજા, શું વિચારો ? સર્ચ કરો જોવા મળે અહીં,
ઇતિહાસની કથા ને ભવિષ્યની વાતો,
વર્તમાનની ચિંગારી, શોધતા ન જડે બીજો ફોટો, જોવા મળે અહીં,
દુઃખ, સુખ ને સંસારની વિવિધતા,
ન થાઓ ઉદાસ, હાજર આ રહ્યું સંગીત, સર્ચ કરો જોવા મળે અહીંં,
અલાઉદીન કા જીન ભી મેરે સામને હો જાયે કમ પણ નેટવર્ક ચકાસો,
અમે શોધી શકતા નથી માટે માફ કરો, વધુ સર્ચ કરવા માટે આ રહ્યું, જોવા મળે અહીં.
