Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deepak Trivedi

Fantasy

3  

Deepak Trivedi

Fantasy

ગુરુવંદના

ગુરુવંદના

1 min
7.1K


ગુરુવર તમે ઉતારો પાર -----દીપક ત્રિવેદી


ગુરુવર, તમે ઉતારો પાર...

આ કાંઠેથી ઓલા કાંઠે હવે કેટલી વાર??

દેહ ધર્યો છે સાચોખોટો મનને ક્યાંય ન ગોઠે,

જતા આવતા રાતદિવસ લઉં નામ તમારું હોઠે,

ગુરુવર, દરિયાની કિનાર

હોડી લઈને અમે ઉભા છીએ આ કાંઠાની પાર!

ગુરુવર, તમે ઉતારો પાર...

આ કાંઠેથી ઓલા કાંઠે હવે કેટલી વાર?


મનમાં જ્યોત જગાવે એવી ગુરુ તમારી શક્તિ,

અમે સમર્પણ એવું કરીએ ઉઘડે શિવની ભક્તિ,

ગુરુવર ટાળો જીવતર ભાર

મનનાં મેલા ઓછાયાને તજવા છું તૈયાર!

ગુરુવર તમે ઉતારો પાર...

આ કાંઠે થી ઓલા કાંઠે હવે કેટલી વાર?

ભવભવનાં ફેરાથી ગુરુવર મુક્તિ અમને આપો,

ડગલે પગલે આવી પડતાં કષ્ટ અમારા કાપો,

ધકેલો મોક્ષ નામને દ્વાર

મન-તંબૂરો ઝંખે છે કે મળે તારમાં તાર!!

ગુરુવર તમે ઉતારો પાર...

આ કાંઠે થી ઓલા કાંઠે હવે કેટલી વાર?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy