STORYMIRROR

Mrugtrushna Tarang

Abstract Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Inspirational

ગુંજન કરીએ

ગુંજન કરીએ

1 min
416

કુસુમરજને ચોળી ચલ હોળી રમીએ,

હાલ સખી, ઓળી ઘોળી ટોળી રમીએ,


કાલ કોણે દીઠી જગમાં, આજને ઉજવીએ,

રે હાલ સખી, આજ થોડું ગુંજન કરીએ,


મદિરાની ધારને ટીપે ટીપે આમ ભરીએ,

હળવા મનને જરીક તામ ઝામ કરીએ,


ક્ષિતિજે લગાવી ડૂબકીઓ તરી જઈએ,

છોડી ભય મેડે, ભૂસકો મોટો મારીએ,


જન્માંતરની લેણાદેણી તોડી ફરી જોડીએ,

સુખદુઃખની બારાખડી ચલ ફરી ફરી ઘૂંટીએ,


ચાહતની કેડીએ નિરંતર આગળ વધીએ,

નડે જે તે એનેય પ્રેમ પાછો શીખવીએ,


રક્તનાં સંબંધો સંગ હાસ્યછોળો વેરીએ 

છો ને મૃત્યુ આણે એ, એને ય હસાવીએ,


રૂખસદ કરવા જે આવે, એને ખસેડીએ

પુનઃજન્મે મળીશું નક્કી એમ વચન વદીએ,


હળીમળીને રહો સદા એ આશિષ આપીએ,

શતાયુ જીવો શાતામાં એ વરદાન પામીએ,


રંગીન પુષ્પોની રંગોળી આતમથી સજાવીએ

ચલ મનવા, આ જનમ પાપમુક્ત થૈ વિતાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract