STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

3  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance

ગુલાબ દિવસ

ગુલાબ દિવસ

1 min
178

તારો હસતો ગુલાબી ચહેરો, મારે મન એજ ગુલાબનુ ફૂલ,

તારા ચહેરા પર લગાવેલો કોમેપ્ક'ડ પાઉડરની મનમોહક સુવાસ,

જે ગુલાબનું ફૂલ હાથમાં લઈ તારી તરફ આ દિવાનાને વારંવાર આકર્ષે છે,


તારા ચહેરા પર લગાવેલુ ફાઉન્ડેશન,

જે તારા ચહેરાને મનમોહક બનાવે,

જેને એકીટશે નિહારતો જ રહેવાનું મન થાય, 


એ જોઈ શાનભાન ભુલી બેઠેલો બાવરો,

તુ જેની પર હાથ રાખ એ તારુ પ્રિયે,

આ દિલ આજે નથી મારુ રહ્યું,


કાજલથી લથપથ આંખોના પલકારારુપી તીરે વિંધી નાંખ્યું છે,

આ દિલમા વસી ગયો છે, તારો ગુલાબ સમો ચહેરો તો મનમસ્ત મગન કરી નાંખે


રોઝ ડે તો ખાલી નિમિત્ત છે તને રિઝવવાનુ પ્રિયે,

તારો ચહેરો મારે મન તો તુ ખિલતુ ગુલાબ છે

તો ગુલાબ દિવસની શી જરૂર મારે મન રોજ ગુલાબ દિવસ,


તારા સોનેરી વાળ ગુલાબની સુંદરતા વધારે,

તારા હોઠની લાલી,તારા શરમાળ ચહેરાએ છલકાઈ રહેલી લાલીમા,

મને બગીચામાં જાતા રોકે પ્રિયે, તુ જ મારુ ગુલાબ પ્રિયે (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Romance