STORYMIRROR

"Komal Deriya"

Drama Tragedy Thriller

3  

"Komal Deriya"

Drama Tragedy Thriller

ગુજરાતી

ગુજરાતી

1 min
166

મને ગુજરાત ગમે છે અને ગુજરાતી હોવાનો ગર્વ પણ છે નિરંતર

કેમકે અમે ગુજરાતીઓ દરેક પ્રકારના સંગીત પર ગરબે ઘૂમી લઈએ, 

કેમકે અમે વાળુ કર્યા પછી પણ ગાંઠિયા-જલેબી આરોગી લઈએ,


કેમકે અમે ગુજરાતીઓ મુડી પહેલાં વ્યાજ ગણી લઈએ, 

કેમકે અમે ઘેર આવેલા મહેમાનને ભગવાન બનાવી લઈએ,


કેમકે અમે ગુજરાતી બધી ભાષા ગુજરાતીમાં બોલી લઈએ, 

કેમકે અમે ગુજરાતી જિંદગીને ભરપૂર આનંદથી માણી લઈએ, 


કેમકે અમે ગુજરાતી દુશ્મનને પણ પ્રેમથી જ જીતી લઈએે,

કેમકે અમે દુનિયામાં બધે ગુજરાતની ખુશ્બૂ ફેલાવી લઈએ, 


કેમકે અમે ગુજરાતી અશક્ય ને પણ શક્ય બનાવી લઈએ,

બસ એટલે તો અમે છેલછબીલાં ગુજ્જુ કહેવાઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama