ગુજરાત દિન
ગુજરાત દિન
1 min
11.9K
આખાં વિશ્વમાં ગહકે આ ગુજરાત,
રાખ્યો રંગ ને અહર્નિશ ચહેકે ગુજરાત.
કવિ, ગઢવીના લહેકાનું છે આ ગુજરાત,
કાવ્યરસ માં સદા તરબોળ રહે ગુજરાત.
સરદાર ને ગાંધી નું તો છે આ મોદીનું ગુજરાત,
આન બાન, ને શાન થી ગુંજતું આ ગુજરાત.
તહેવારોમાં જો કેવું ઝગમગે આ ગુજરાત,
જય માતાજી કહીને શરૂ કરે વાત આ ગુજરાત.
પ્રભાતિયાંનાં નાદથી જાગતું મારું આ ગુજરાત,
પરોઢિયે ઘરે ઘરે ચા ની મહેંકે થી જાગે આ ગુજરાત..