STORYMIRROR

Tanvi Tandel

Classics

3  

Tanvi Tandel

Classics

ગરવો ગુજરાતી

ગરવો ગુજરાતી

1 min
766


જગ આખામાં ઠેર ઠેર રાજ કરે ગુજરાતી,

રૂપિયામાંથી ડોલર પરિવર્તિત કરે ગુજરાતી,


ડંકો વગાડી પ્રગતિનો પંથ સર કરે ગુજરાતી,

અશક્ય ને શક્યતાના સૂરમાં બદલે એ ગુજરાતી,


અમેરિકા હોય જે અમદાવાદી પોળ

બધે સેટ થઈ રહે એ ગુજરાતી,

નુડલ્સ, પિત્ઝા -બર્ગરથી ના ધરાય એ ગુજરાતી,


ફાફડા જલેબી ઉંધીયું ભજીયા ફૂલ ડિશમાં માંગે ગુજરાતી,

નમસ્કાર, કેમ છો થી સંસ્કાર સાચવે છે ગુજરાતી,


હોય ભલે મુશ્કેલી અનેક મોજમાં હંમેશ રેલાતો ગુજરાતી,

કરે ભલે ગણતરીઓ બધે પ્રસંગોએ દેખાય એની જાહોજલાલી,


ઉત્સવોની હાર માળા સર્જી નાચતો ગરબા એ ગુજરાતી,

પરિવાર બાગ પ્રેમથી સીંચી મઘમઘતો ગુલદસ્તો ગુજરાતી,


આગવી છટાથી, ગર્વિલો, વટથી રહેતો ગુજરાતી.

ગુજરાતની ગરિમા જાળવી વિવિધતાએ ઐકય સર્જે એ ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics