ગરવી ગુજરાત
ગરવી ગુજરાત
ચાલો ફરવા જઈએ ગરવી ગુજરાતને,
ચાલો જાણવા જઈએ ગરવી ગુજરાતને,
પ્રાચીન છે મારું ગરવી ગુજરાત
પશ્ચિમે આવેલું છે મારું ગરવી ગુજરાત,
મીઠી ગુજરાતી ભાષા બોલે મારું ગરવી ગુજરાત
ગૌરવની લાગણીમાં ડોલે મારુ ગરવી ગુજરાત,
સંસ્કારને, સંસ્કૃતિમાં શોભાય મારું ગરવી ગુજરાત
ગીરના જંગલોમાં ગરજે મારું ગરવી ગુજરાત,
નર્મદાના નીરમાં રમે મારું ગરવી ગુજરાત
સાબરમતી નદીમાં સોહાય મારુ ગરવી ગુજરાત,
ચોટીલાના મંદિરે મ્હાલે મારું ગરવી ગુજરાત
પાવાગઢના પાવન થાય મારું ગરવી ગુજરાત,
શત શત નમન કરીએ મારા ગૌરવવંતા ગુજરાતીઓને.
