ગ્રહણ
ગ્રહણ
છોડી પોતાની આ દુનિયા
માણસ ખુદથી જ અજાણ્યો થઈ ભટકે,
ગ્રહ તો ઘણા છે નભોમંડલમાં
ને માનવી હાથે ધરે છે નવગ્રહ કેરી વીંટી,
બધું જ જાણીને પણ અજાણ બને
આ ગ્રહનો કાળા માથાનો માનવી,
છે અજાણ્યો ઘરની ચાર દિવાલથી જે
કરે આજે નવગ્રહની પૂજા એ માનવી,
જે નથી જાણતો પોતાના સ્વજનોને
જાણવા નીકળ્યો પરગ્રહના માનવીને,
શેનું લાગ્યું છે આ ગ્રહણ માનવીને
જે આ ગ્રહનો હોવા છતાં પણ
બનીને રહી ગયો પરગ્રહવાસી,
જો હશે પ્રીત સૌ સાથે એક્સરખી
તો પરગ્રહ પણ લાગશે પોતાનો ગ્રહ.
