ગણપતિદેવા
ગણપતિદેવા


આંગણ આવોને ગણપતિદેવા,
અમે કરીએ તમારી સેવા,
રિદ્ધિસિદ્ધિને તમે સાથે લાવોને,
લાભલક્ષ સમેત પ્રભુ આવોને,
ધરીએ મોદક, મીઠાઈ મેવા,
પ્રથમ પૂજ્ય છો તમે જગતમાં,
વિધ્નોને ટાળનારા તમે તરતમાં,
જેના ગુણ ગાય ૠષિમુનિ દેવા,
ચરણે તમારા વિનંતી કરું છું,
સ્નેહભીનું હૈયું તમને ધરું છું,
ઊજવીએ ઉત્સવ પ્રભુ કેવા,
સુખસંપત્તિ સહુને આપોને,
દુઃખદારિદ્રય સમૂળાં કાપોને,
સ્વીકારોને જેવા છીએ તેવા.