STORYMIRROR

Manishaben Jadav

Tragedy

4  

Manishaben Jadav

Tragedy

ગણિકા તરીકે જિંદગી

ગણિકા તરીકે જિંદગી

1 min
322

દરેક પળે જિંદગી જીવવી જેના માટે કઠિન,

હરપળ જાણે સંકટો તણી આવે મોટી ભીડ,

શું ગણિકા તરીકે જિંદગી જીવવી છે સહેલી !


સમાજમાં અપમાન તણાં ઘુંટ રોજ પીવા,

છતાં જાણે સૌને હસતાં મુખે સ્વીકારવા,

શું ગણિકા તરીકે જિંદગી જીવવી છે સહેલી !


નથી જેના જીવનમાં ઈચ્છાઓ એકેય,

છતાં જાણે જીવન જીવવું પડે પળપળ,

શું ગણિકા તરીકે જિંદગી જીવવી છે સહેલી !


જીવતા જીવ જ રોજ રોજ મરવું,

સ્વમાન વેચીને જ દુઃખ ભોગવવા જીવવું,

શું ગણિકા તરીકે જિંદગી જીવવી છે સહેલી !


દરેક પળે આંખ સામે નવો એક ચહેરો,

એને અનિચ્છાએ પણ હસતો સ્વીકારવો,

શું ગણિકા તરીકે જિંદગી જીવવી છે સહેલી !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy