Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Romance Inspirational

5.0  

Rohit Prajapati

Romance Inspirational

ગમશે મને

ગમશે મને

1 min
313


ભલે હું એકતારાનો સૂર ના બની શક્યો,

પણ તારા જીવનમાં "એક તારો" બની રહેવું, ગમશે મને !


ભલે હું તારી રચનાઓનો અર્થ ના બની શક્યો,

પણ તારા જીવનમાં "અર્થપૂર્ણ" બની રહેવું, ગમશે મને !


ભલે હું ઠંડક પ્રસરાવતો ચાંદ ના બની શક્યો,

પણ તું ચાંદની ને તારો "શિશિર" બની રહેવું, ગમશે મને !


ભલે હું પ્રેમનું અતૂટ બંધન ના બની શક્યો,

પણ તું પ્રેમિકા ને તારી લાગણીઓ બની રહેવું, ગમશે મને !


ભલે હું તારા હ્રદયનું બંધન ના બની શક્યો,

પણ તારા જીવનનો ધબકાર બની રહેવું, ગમશે મને !


ભલે હું તારા સાથનો હકદાર ના બની શક્યો,

પણ તારા શ્વાસમાં ભળી તારા બની રહેવું, ગમશે મને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance