ગમે છે
ગમે છે
રૂડા મોર ને જીવથી વ્હાલી ઢેલ ગમે છે,
લાજથી ભર્યાં તારા રાતા ગાલ ગમે છે.
ભલે લોકો ભમે સૌ દેશ પરદેશ વિદેશ,
મને તારા પ્રેમ બંધન સમી જેલ ગમે છે.
નથી રમવા મારે લુડો, ચેસ, કોડી કે છંપો,
મને નયનથી નયનનો મીઠો ખેલ ગમે છે.
મોહ નથી ઝરણા, નદી, મહાસાગરનો
જોઈ મને હૈયે ઉભરાતી પ્રેમની રેલ ગમે છે.
નથી રાખતી તલવાર,ભાલા કે બંદુક "ઈશા"
દેહ પર તારા દેહની બનેલી એ ઢાલ ગમે છે.

