STORYMIRROR

Jignasha Patel

Romance

3  

Jignasha Patel

Romance

ગમે છે

ગમે છે

1 min
231

તારી આંખોથી આંખ મીચોલી ગમે છે,

વાત વાતમાં બિડાતા તારા હોઠ ગમે છે,


તારા ચહેરા પર રહેલું તેજ ગમે છે,

જતા જતા પાછળ ફરી જોવાની તારી ચાલ ગમે છે,


તારી જોર જોરથી ગુંજતી હસી ગમે છે,

હસતા હસતા બીજા ને હસવાની રીત ગમે છે,


તારી ભગવાન સમક્ષ રહેલી આસ્થા ગમે છે,

જરૂરિયાતમંદ માટે કંઈક કરી છૂટવાની તારી 'આદત' ગમે છે,


તારી હર એક વાતમાં રહેલા નાદાન સવાલ ગમે છે,

મારા સવાલો સામે તારી ' નિરુત્તર' થઈ જવાની અદા પણ ગમે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance