STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Romance

ગઝલની શરૂઆત

ગઝલની શરૂઆત

1 min
145

કરવું છે તારા રૂપનું વર્ણન,

શબ્દો ક્યાંય જડતાં નથી, 


ગઝલ લખવી છે મારે તારી,

કલમ પણ સાથ દેતી નથી.


મસ્તકથી પગ નિહાળી રહ્યો છું, 

શરૂઆત કરવી સૂઝ પડતી નથી,


અદૃભૂત તારી સુંદરતા જોઈને,

મનમાં તોફાન પણ શમતું નથી,


અધરોથી સરકતા તારા શબ્દોને,

કલમથી કંડારવા સમજાતું નથી,


તારા શ્ચાસોની વહેતી સરગમમાં

બંદિશ રચવાની સૂઝ પડતી નથી,


તારા હૃદયના ધડકતાં તાલમાં,

લયને હું જાળવી શકતો નથી,


ગઝલનો મુખડો લખવા જાઉં તો,

અંતરાને ન્યાય આપી શકતો નથી,


મૂંઝાઈ ગયો છું ગઝલ લખવામાં,

મન મારૂં તેમાં સ્થિર થતું નથી,


"મુરલી" તારા રૂપમાં છું પાગલ

ગઝલની શરૂઆત થતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance