ગઝલની ગઝલ
ગઝલની ગઝલ
1 min
319
લાગે ભલે સીધી અહીં સોટાની જેમ,
પણ ફૂટવાની છે ખરી જોટાની જેમ,
ને ક્યાંક તો એની અસર હોયે ખરી,
આવી નથી એ રૂપિયા ખોટાની જેમ,
આમેય ઓછો રોફ એનો ક્યાં થશે !
આપે શિખામણ તોરથી મોટાની જેમ,
વળગી જવાની છે બધે આંખો મહીં,
ઊડે છે એ વંટોળના ગોટાની જેમ,
'સાગર' હશે એ શાંત તોયે ડર રહે,
આવી જતી સામે જ હાકોટાની જેમ.