STORYMIRROR

Bharat Darji Aabhas

Tragedy

3  

Bharat Darji Aabhas

Tragedy

ગઝલ

ગઝલ

1 min
26.4K


આંખ જાણે એમની તલવાર છે,

ને છતાં સાદાઇ જો શણગાર છે.

કેમ સમજું? ને શું સમજું? આંખથી?

એમની નફરતમાં પણ જો પ્યાર છે.

કેવી લાચારી હૃદયમાં સાચવી?

કેમ તારા હોઠ પર ઇનકાર છે?

કોણ છે અંદર ને, કોનું સાંભળે? 

એ હ્રદયનાં બંધ લાગે દ્વાર છે.

હાર માની લે હવે 'આભાસ' તું,

જિંદગી થી મોત આ વગદાર છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy