STORYMIRROR

kusum kundaria

Drama Romance Tragedy

3  

kusum kundaria

Drama Romance Tragedy

ગઝલ- યાદ

ગઝલ- યાદ

1 min
14.1K


કદી યાદો તમારી એ જ લાવ્યો છે,

હવામાં ભેજ પાછો સ્હેજ આવ્યો છે!


દવાથી તો બીમારી ના જવાની આ,

મને ખોટો જ કોઈએ મનાવ્યો છે!


ભળે જો દર્દ રગરગમાં નશો કેવો,

ફરીથી વાત રાખીને ફસાવ્યો છે!


નથી રાખી હવે આશા ફરી આવો,

ખુમારીથી સમયને પણ હરાવ્યો છે!


સદા લાગે મહેફિલ જેમ જીવું છું,

જમાનાએ ભલેને ખૂબ તાવ્યો છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama