STORYMIRROR

Kailash Vinzuda

Thriller

3  

Kailash Vinzuda

Thriller

ગઝલ- સંઘર્ષ

ગઝલ- સંઘર્ષ

1 min
27.8K


બે ઘડી આનંદ આપે એ પળોનું કામ છે,

જાણું છું હું સંઘર્ષ એ જીંદગીનું નામ છે,


મોહબતના નામ પર સિતમ કર્યો એણે સદા,

તોય મારાં હોઠ પર એનું નિરંતર નામ છે,


ગમ બધાં મારાં સદા માટે ભુલાવી દે સુરા!

મૈયખાનામાં હવે ક્યાં કોઈ એવાં જામ છે,


એક વેળાએ હૃદય મારું હતું હસતું નગર,

આજ તો સ્મશાન જેવું એક નાનું ગામ છે,


મોહબતના એ નગરમાં કેમ જાઉં હું ખુદા‌!

ત્યાં હવે તો નામ મારું કાયમી બદનામ છે,


છે હજું નાપાક મનસૂબો સહુનાં દિલમાં,

એક બીજાનાં હજી એથી સહુ ગુલામ છે,


હા હતો બેશક હું કોહીનૂર જેવો કિંમતી,

દિલ તુટ્યું ત્યારથી મારાં તો સસ્તા દામ છે,


ક્યાં હવે પરવા રહી છે કોઈ બરબાદીની નેં,

આમ પણ મારુ જીવન આખું હવે લીલામ છે,


મોજ માણી લો બધી કૈલાશ ટુંકી છે સફર,

માત્ર અંતે તો કબર સૌનું છેલ્લું મુકામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller