STORYMIRROR

Jashubhai Patel

Romance

2  

Jashubhai Patel

Romance

ગઝલ - સાથ

ગઝલ - સાથ

1 min
13.5K


તારા સ્વપ્નનું સરનામું આપ,

મારે તારા સ્વપ્નમાં વિહરવું છે,


આવે ભલેને ઝાપટાં ઉદાસીનાં,

તારી લાગણી ઓઢીને ફરવું છે,


ઉભી છું તારા મનના દરવાજે,

મનને તારાં ખુશ આજે કરવું છે,


આમ તો કશુંય નથી મારી પાસે,

કંઇક છતાંય તો તને ધરવું છે,


કરવી છે મજા એટલી બધી ને,

ખુશીના મહાસાગરમાં તરવું છે,


જોઉં છું રાહ વર્ષોથી તારી હું,

મારે કેટલુંય તને આજ કહેવું છે,


સાથ મળે જો તારો આવો 'જશ',

તો રોજ આમજ વહેતા રહેવું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance