STORYMIRROR

Mahebub Sonaliya

Drama Fantasy Romance

3  

Mahebub Sonaliya

Drama Fantasy Romance

ગઝલ- પ્રેમ

ગઝલ- પ્રેમ

1 min
26.4K



કેમ હથિયાર તું ઉગામે છે,

આ લડાઈ તો જાત સામે છે,


જે ગુમાવે છે ખુદનું હોવા પણું,

એ જ માણસ ખુદાને પામે છે,


પ્રેમથી જીતી એ જગત ચાલો,

આગ નફરતની એજ ડામે છે,


તારો સંદર્ભ જયારે આવે છે,

વાત ત્યારે જ મારી જામે છે,


એટલો ગર્વ છે મને મહેબૂબ,

મારું જીવન તમારાં નામે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama