STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

ગઝલ પર હસ્તાક્ષર

ગઝલ પર હસ્તાક્ષર

1 min
140

ન લખીશ મારી ગઝલ તારો કાગળ હવામાં ઊડી જાય છે,

કાગળ પકડીને લખવા બેસે તો, કલમમાં શાહી ખૂટી જાય છે,


મારા પ્રેમની શાહી બનાવીને જ્યારે તું ગઝલ લખવા જાય છે,

કલમથી ગઝલ લખતાં લખતા તારો કાગળ પણ ફાટી જાય છે,


નથી જરૂર તારે ગઝલ લખવાની, મારી તસ્વીર તારા દિલમાં છે,

નથી જરૂર હવે વિચારવાની, તારો પ્રેમ તો મારા રોમ રોમમાં છે,


ઝાંખીને જો તું મારા દિલમાં, તે ગઝલ પહેલેથી જ કંડારેલી છે,

તારા અને મારા અતૂટ પ્રેમમાં હવે કાગળની પણ ક્યાં જરૂર છે,


દિલમાં મારા સમાઈ જા "મુરલી", મુજને તારો જ ઈન્તજાર છે,

મારા દિલમાં કંડારેલી ગઝલમાં, હવે હસ્તાક્ષર તારે કરવાના છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama