ગઝલ - નહીં
ગઝલ - નહીં

1 min

152
અમે પછી રડ્યા નહીં !
તમે સપન જડ્યા નહીં !
ન હો તમેય સંગમાં,
જુઓ ફરી લડ્યા નહીં !
મનોબળે શબદ સર્યા,
ખિતાબમાં નડ્યા નહીં !
ભલેય જીંદગી તપી,
રણે હવે ચડ્યા નહીં !
મસ્ત થઈ ગયા હવે,
રમત કરી પડ્યા નહીં !