STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

ગઝલ - જશે

ગઝલ - જશે

1 min
359

મંદિરમાંથી ઇશ્વર પણ હિજરત કરી જશે,

લોકોના પાપ જ્યારે જ્યારે હદથી વધી જશે,


ધર્મના નામે જીવનભર ઝઘડતા રહે લોક,

કોણ આવી રીતે ભવસાગર તરી જશે?


જન સેવા એજ પ્રભુસેવા છે બોધ શાસ્ત્રનો,

દરેક ધર્મગુરુ જ્ઞાન એ જ સંસારમાં ધરી જશે.


કામ ક્રોધ છોડી જે પરમાર્થ કરે જગમાં,

સત્કર્મ રૂપી ભાથું એ સાથમાં ભરી જશે.


ઇન્સાનિયતથી કોઇ મોટો ધર્મ નથી દુનિયામાં,

સમજાશે જ્યારે વાત વેર-ઝેર પછી ઘટી જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational