ગઝલ - જાય છે.
ગઝલ - જાય છે.
જો વાતો કરું તો હૃદય હળવું થાય છે,
ભરતી ના ઓટ જેવું મન ભરી જાય છે.
અજુગતું કેવું ખેંચાણ છે આ અજાણનું,
જો ખેંચાવા જાવું તો, પવન ફરી જાય છે.
જીવનમાં આવે છે,પથરીલા રસ્તા ઘણાં,
ને ચાલવા જાઉં તો, પગ વળી જાય છે.
સુખનો આનંદ ઓછો કંઈ નથી જિંદગી,
એક દુઃખ મળે તો એ સુખ ભૂલી જાય છે.
અફસોસ ના કરશો જો આવે તો દુઃખનો,
અળગા કરી સર્વ, પ્રભુ સમીપ લઈ જાય છે.
આકાર છોડી ને હવેે નિરાકાર થઈ જાય તું,
વણજોયેલ સ્વપ્ન તો સાકાર થઈ જાય છે.
બહું સમજાવ્યું છે મનને, સવાલો કરવાથી,
નજર તેજ કોઈ અહીં જવાબ દઈ જાય છે.
એ તો સવાલો મહીંએ રોજ કવિતા કરી નાંખે,
ન ઓછી હું, જવાબો મારા ગઝલ થઈ જાય છે.
સત્ય આશ બાંધે શું જે આશ પુરી ન થાય કો દિ,
ના હોવ હું તો ગેરહાજરીમાં, વિવશ થઈ જાય છે,
નામી બની 'પ્રતીતિ' અહીં અનામી શું જીવવું,
અનામી અહીં હોય છે જે, તે નામ કરી જાય છે.

