STORYMIRROR

Jashubhai Patel

Drama

0  

Jashubhai Patel

Drama

ગઝલ - આપણે

ગઝલ - આપણે

1 min
819


ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા


આમ કેવા પાસપાસે રોજ રહીએ આપણે,

તોય લાગે કેમ એવું કે દૂર છીએ આપણે,


ક્યાં કદી જાણી શકાય છે એકબીજાના મનને,

જાણીતા હોવા છતાં અજાણ્યા ફરીએ આપણે,


મીઠું હાસ્ય રમતું રાખીએ ચહેરા પર સદા,

ખાનગીમાં છાનું છપનું રોજ રડીએ આપણે,


પ્રેમનાં નાટક કરીએ રોજ અવનવાં કેટલાં,

રોજ આમ જ એકબીજાને છેતરીએ આપણે,


હાથમાં લઇ હાથ કેવો નીત જઈએ ચાલવા,

'જશ' રસ્તામાં કેટલું જોને ઝગડીએ આપણે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama