ગઝલ : 52wkpm ed6-22,Jan 24
ગઝલ : 52wkpm ed6-22,Jan 24
હવે જીવનનાં દર્દ, વ્યથા, કથા, સંઘર્ષ, સત્યો, સમજણ વગેરે,
બધું જ કહેવાઈ જાય છે માત્ર બે-ચાર લીટીમાં આ ગઝલમાં.
અને વાંચીશ તું જો આ ગઝલ મારી તો પહેલી પંક્તિએ જ,
ભય સતાવશે તને આ સર્જકની તરફ આસક્તિ થવાનો ઘણો.
જીવનનાં મૂલ્યો બખૂબી જાય વર્ણવી સરળ શબ્દોમાં સર્જક,
બેફામ કરે છે સાદી રચનાથી પણ ઉત્તમોત્તમ નમૂનો કરી પેશ.
ગઝલ મારી વાંચવામાં ને મારા જ કંઠે સાંભળવામાં અલગ,
અનેરો અંદાજ પડતો સહુથી જૂદો અવાજ કરાવશે પરિચય.
દાયકાઓથી કરું છું તરબોળ ગઝલને કોણજાણે સાહિત્ય,
કેવું ? કવિતા - કાવ્ય- પદ્યના ઝમેલામાં રચતો રહ્યો ગઝલ.
લખ્યાં બેફિકર મુક્તકો, કાવ્યો, કવિતાઓ, સોનેટ, નઝમો વગેરે,
ભેદ પાડવાની ક્યાં જરૂર ચાહકો માટે હું ગઝલકાર છું કાફી !

