STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

ઘૂઘવાટ

ઘૂઘવાટ

1 min
393

દિલમાં એમની યાદનું તોફાન ઘૂઘવે છે,

ને એથી વરસતું મારુ લોચન ઘૂઘવે છે !


ફૂલોનો બાગ આજે તારાજ થયો છે,

કે દુઃખી કોઈ ભમરાનું રુદન ઘૂઘવે છે !


પહાડની વેદના સાંભળે છે કોણ અહીં,

કિંતુ એનું પણ મજબૂત મન ઘૂઘવે છે !


ધરાની અંદર સળગે છે જ્વાળામુખી,

બેશુમાર દર્દની એમાં અગન ઘૂઘવે છે !


કંઈક દુઃખોનો ચિત્કાર છે મનેય 'ઉમંગ',

યાદ આવતું સદા આપનું વદન ઘૂઘવે છે !


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Tragedy