ઘૂઘરો
ઘૂઘરો
તે લારી ઉપરથી ઘૂઘરો ખરીદીને જ્યાં આગળ વધ્યો ત્યાં સામેની ગલીમાંથી ડબલ સવારી આવતી મોટર સાયકલ સાથે અથડાયો, સદ્નસીબે તે બચી ગયો પણ હાથમાં રહેલો પ્લાસ્ટીકનો ઘૂઘરો નીચે પડી ગયો ત્યાં જ, તેના મોબાઈલની રીંગ વાગી, તેણે ફોન ઉપાડ્યો, તેની પત્ની રોતા-રોતા બોલતી સંભળાઈ, "આપણી રીંકલ...!".