STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

5.0  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

ઘટનાં શૂન્યમાં

ઘટનાં શૂન્યમાં

1 min
25.9K


ખુદ મહીં જ ખુદને ખોળું હું બેખુદ બની,

સાગરને માપું છું નાની અમથી બુંદ બની.


ભેદ - ભરમ ભીતરના તો એમ કરીને ઉકેલું,

ખુદ જ પ્રશ્ન પૂછું હું ખુદને ખુદ ઉત્તર બની.


આથમતા સુરજની વ્યથાને સ્મિતમાં ભરી,

ઊગું સવારે રોજ રોજ નવું આયોજન કરી.


પડું આખળું મૌનની ખીણમાં શિખર ચડવા,

દિલાસા આપું ખુદને ખુદની જ પીઠ થાબડી.


સંબંધો જાળવવાનો ભાર હળવોફુલ કરવા,

સંઘરાઈ રહું ભીતર લાગણીનો પથ્થર બની.


ઊડું અનિલ ઈશારે પ્રીતિની પાનખરમાં સદા,

ટહુકો બની ગૂંજુ ભીતર ભીતરની વસંત બની.


"પરમ" ઘટના બની ચર્ચાયો ખુદના મૌનમાં,

ને ઘૂંટાયો ઘટનાં શુન્યમાં "પાગલ" શબ્દ બની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational