STORYMIRROR

Mahebub Sonaliya

Drama Tragedy

3  

Mahebub Sonaliya

Drama Tragedy

ઘરમા નોખા હોય છે ને બ્હાર નોખા

ઘરમા નોખા હોય છે ને બ્હાર નોખા

1 min
11.8K




ઘરમા નોખા હોય છે ને બ્હાર નોખા હોય છે,

કેમ માણસ જાત ના વ્યવહાર નોખા હોય છે,


આપણા એના વિશે આધાર નોખા હોય છે,

પ્રેમ ના મહેબુબ કયાં વિસ્તાર નોખા હોય છે,


હા નથી મળતી મજા પહેલા સમય જેવી જ પણ,

કયાં કદી વરસાદ ના અંધાર નોખા હોય છે,


તારી આંખો મા હું પામું મારા મનમા ખોજ તું,

આપણા મક્કા અને હરદ્વાર નોખા હોઇ છે,


પામતા આવ્યા છે સૌ મનવંતરો થી બસ સજા,

દર વખત હે જિવ કારાગાર નોખા હોય છે,


કેટલી નાજુક કલાનો છે નમુનો આ જગત,

તત્વ એક જ હોય છે આકાર નોખા હોય છે,


તત્વ એક જ હોય છે આકાર નોખા હોય છે,

પ્રેમના 'મહેબુબ' કયાં વિસ્તાર નોખા હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama