ઘર
ઘર




હા દિવાલોથી શબ્દ અથડાય છે,
એકલતા જો એવી આવી જાય છે,
જેનું સપનું જોયું હતું જીવનભર,
એ જ ઘરમાં ક્યા પછી રહેવાય છે,
મારુ તારું જ્યાં બતાવવાનું થાય જો,
ત્યાં દીવાલો ચણાવાય છે,
ચાર દીવાલો પ્રેમથી ભેગી મળે છે
એનેજ તો ઘર કહેવાય છે,
હા દીવાલો ને કાન હોય છે સાચું,
એટલે તો ઘરની વાતો છુપાવાય છે.