ઘર
ઘર
આ દુનિયાનો છેડો એટલે ઘર,
સુખ શાંતિ નો સાચો ખજાનો એટલે ઘર.
કોઈના ઘરે મન વગરના બત્રીસ પકવાન જમવા કરતા,
પોતાના ઘરની દાળ, રોટી ની મિઠાશ જ અલગ છે.
બીજાના ઘરમાં ગુલામ બની રહેવા કરતા,
પોતાના ઘરમાં રાજા બની રહેવાની મજા છે.
બીજાના ઘરમાં મશરૂમ ના ગાદલા કરતા,
પોતાના ઘરના પસીનાવાળા પલંગની નીંદર મઝાની છે.
બીજાના ઘરની આખા દૂધની રકાબી કરતા,
પોતાના ઘરની લંબાપાણી ચા નો ટેસ્ટ અલગ છે.
ભાવના ખોટા આવકારમા ફસાઈ ના માણો મહેમાનગતિ,
પોતાના ઘરમાં જે સુખ, ચેન છે એ બીજે ક્યાંય નથી.
