Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Classics

ઘણી વીતી ગઈ વેળા

ઘણી વીતી ગઈ વેળા

1 min
180


ઘણી વીતી ગઈ વેળા રે, સવેળા આવો !

ફળી જાય મારા ફેરા રે, સવેળા આવો !

અંધારું છે બધે વ્યાપ્યું, ગીત મેં મારું આલાપ્યું;

રોશની રેલીને આવો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

આશા ને ઉમંગ ધરી, એકીટસે રહ્યો ભાળી;

આશાની મૂર્તિ પધારો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

ગીત ક્યાં લગી ગાઉં, હમણાં વાવાનું વ્હાણું;

સંગીતના સ્વામી આવો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

નિમિષમાં ધારો તો તો, વિયોગ મટે આ મોટો;

કાંઈ રહે નહીં તોટો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

ધન્ય બને નેન મારાં, તૂટે અલ્પતાના તાળાં;

દર્શને નાસે અંધારાં રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

ઉત્સવ થાયે ત્યારે મારો, રહે નહીં ચિંતા ભારો,

થઈ જાઉં હું તમારો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

તમારી પ્રતિજ્ઞા પાળો, હું તો પાડું છું પોકારો,

હાર્યો નથી, ભલે હારો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

‘પાગલ’ થૈ હૈયું ઢાળ્યું, આજ લગી તમે પાળ્યું,

સુધા સ્પર્શથી જગાવો રે, સવેળા આવો ! ...ઘણી વીતી.

- શ્રી યોગેશ્વરજી


Rate this content
Log in

Similar gujarati poem from Classics