ઘડપણમાં મજા નથી
ઘડપણમાં મજા નથી
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
બે પાંચ ભાઈબંધોની જોડી હતી,
છું હવે એકલો છોડી સૌ ચાલ્યાં ગયા,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
દુનિયા દેખતો આંખથી યુવાનીમાં,
હવે જાંજામાંજા જેવું ચિત્ર નિહાળતો,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
હતો નાનો, ઘરમાં ચારેકોર ફરતો,
હવે ખાટલામાં પડ્યો છું એક ખૂણામાં,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
વાત ક્યાંક મારી થતી, કાન ચમકી ઊઠતાં,
હવે ભજન કીર્તન સાંભળવા કાન નથી,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
આંગળીના ટેકે ચાલતાં શીખ્યો હતો,
હવે લાકડીનો ટેકો લઈ ચાલવું પડે છે,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
બાળક હતાં ત્યારે સૌ હાજર રહેતાં,
હવે વૃદ્ધનો હાલ પૂછવા કોઈ આવતું નથી,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
હતું બધું હેમખેમ શરીરમાં તો બધું હતું,
શરીરે ગુમાવ્યું સર્વસ્વ, હવે જીવવા કંઈ નથી,
બાળક બની ફરી જીવવા દો,
આ ઘડપણમાં હવે કંઈ મજા નથી,
ખૂબ કર્યા છે અમે કામ જીવન ગાળવા,
દિ અંતના "પ્રવાહ" હવે એકલા જતાં નથી.
