ઘડપણ ડોકિયું કરી રહ્યું છે!
ઘડપણ ડોકિયું કરી રહ્યું છે!


વધતા જતાં ધોળા વાળમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
આંખો પર લાગેલા ચશ્મામાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
ચામડી પર વધતી કરચલીમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
સાંધાના વધતા જતા દર્દમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
ઓછું સાંભળતા કાનોમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
શરીરના વિવિધ મકાનોમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
ઓછી થતી જતી કાર્યક્ષમતામાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
રિટાયર થતી જતી જુવાનીમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
બાળપણની જુની યાદોમાંથી,
હવે ઘડપણ ડોકિયું કરી રહ્યું છે,
દિલમાં જાગૃત રાખેલ બાળપણનું,
પાછું ગળપણ ડોકિયું કરી રહ્યું છે.